આ 2 હજારનો ‘Made In India’ ફોન છે જોરદાર, જેમાં તમે માપી શકશો હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર પણ

Lava કંપનીએ હાલમાં જ પોતાનો લેટેસ્ટ ફીચર ફોન Lava Pulseને લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફીચર ફોનની સૌથી મહત્વની વિશેષતા એવી છે કે, આ પહેલો ફીચર ફોન છે જેમાં બિલ્ટ- ઈન હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર મોનીટર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. લાવા પલ્સ ફીચર ફોનમાં રિયર પર એક સેંસર ટચ આપવામાં આવ્યું છે આ સેંસર પર આંગળીને ટચ કરતા ફીચર ફોન યુઝર્સના હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર માપી શકાય છે.

Lava Pulse ફીચર ફોનની ભારત દેશમાં કીમત :

લાવા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ લેટેસ્ટ ફીચર ફોન લાવા પલ્સની ભારતીય બજારમાં કીમત ૧૯૪૯ રૂપિયા જેટલી છે. લાવા કંપની દ્વારા લાવા પલ્સ ફીચર ફોનને રોઝ ગોલ્ડ ઓપ્શનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. લાવા કંપનીનો આ ફોન લાવા પલ્સ ફીચર ફોન આપને ઓનલાઈન ઈ- કોમર્સ સાઈટસ એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ દેશના અન્ય રિટેલ સ્ટોર્સ પર મળી શકે છે.

સ્પેસિફિકેશન અને ફીચર્સ :

લાવા પલ્સ ફોનમાં ૧૮૦૦ mAhની બેટરી આપવામાં આવી છે. લાવા કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, લાવા કંપનીનો નવું મોડલ લાવા પલ્સ ફોનની બેટરી ૬ દિવસ જેટલી બેટરી લાઈફ આપે છે. લાવા પલ્સ ફોનની સ્ક્રીન ૨.૪ ઈંચ (૨૪૦*૩૨૦ પિક્સલ) QVGA ડિસ્પ્લે આપવામાં આવી છે. લાવા પલ્સ મોબાઈલ ફોન ડ્યુઅલ સિમ સ્લોટ ફીચર ધરાવે છે. લાવા પલ્સ ફોન ૩૨ MB રેમ અને ૩૨ GB સુધી એક્સપેન્ડેબલ સ્ટોરેજ ધરાવે છે. લાવા પલ્સ ફોનમાં આપ ૧૦૦ મેસેજ અને ૫૦૦ જેટલા કોન્ટેક્ટ નંબર બુક કોન્ટેક્ટમાં સેવ કરી શકો છો.

લાવા પલ્સ મોબાઈલ ફોનનું ડાયમેન્શન ૧૨૪.૫*૫૨*૧૨.૪૫ મિલીમીટર જેટલું છે. લાવા પલ્સ મોબાઈલ ફોનમાં માઈક્રો- USB, ૩.૫ mm ઓડિયો જેક સહિત વાયરલેસ FM રેડિયો જેવા ફીચર્સથી સજ્જ કરવામાં આવ્યો છે. લાવા કંપનીના આ નવા મોબાઈલ ફોન મોડલ લાવા પલ્સ મોબાઈલમાં ઓટો કોલ રેકોર્ડિંગ ફીચરથી સજ્જ કરવામાં આવ્યો છે.

લાવા કંપનીનો આ નવો મોબાઈલ ફોન દેશના અલગ અલગ રાજ્યની ભાષાઓને ધ્યાનમાં રાખીને બધા યુઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા અંગ્રેજી, હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં ટાઈપ કરી શકાય તેવા ફીચર્સથી સજ્જ કરવામાં આવ્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube