મધ્ય પ્રદેશના દેવાસની રોકેટ દાદી ઈન્ટરનેટ સેન્શેશન બની ગઈ છે. મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુપર દાદી રેશમબાઈ તંવરનો વીડિયો છે. દાદી ઈન્દોર-દેવાસ હાઈવે પર કાર ચલાવી રહી છે. તે પણ 60-80 કિમીની સ્પીડ પર. દાદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પહેલીવાર તેમના ડેપ્યૂટી કલેક્ટર પૌત્રએ શેર કર્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે વીડિયો વાયરલ થયો છે. CM શિવરાજ સિંહ ચૌહાણે પણ દાદીના વખાણ કર્યા છે. હાલમાં દાદીના કેટલાક અન્ય વીડિયો પણ સામે આવ્યા છે, જેમા તેઓ એન્ડ્રોઈડ ફોન યુઝ કરતા દેખાઈ રહ્યા છે.
95 વર્ષની ઉંમરમાં સામાન્યરીતે લોકો બેડ પકડી લે છે. કાર ડ્રાઈવિંગ વિશે તો કોઈ વિચાર પણ નથી કરતું. પરંતુ દેવાસ જિલ્લાના બિલવાલીમાં રહેતી સુપર દાદી 95 વર્ષની ઉંમરમાં રોકટની સ્પીડથી કાર ચલાવી રહી છે. હાઈવે પર જો દાદીને કાર ચલાવતા જુઓ તો તમારા હોંશ ઉડી જાય. પરિવારના લોકોએ ડ્રાઈવિંગ કરતા દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારબાદ તે ઈન્ટરનેટ સેન્શેશન બની ગઈ છે.
દાદી રેશમબાઈ તંવરના પતિનું નિધન 2007માં થઈ ગયુ છે. તે એક ફેક્ટરીમાં કામ કરતા હતા. ત્યારબાદ દાદી પોતાના પરિવારની સાથે રહી રહ્યા છે. પરિવારમાં કુલ 29 લોકો છે. એક પૌત્ર ડેપ્યૂટી કલેક્ટર છે, તે ભોપાલમાં રહે છે. તેમણે જ આ વીડિયોને પોસ્ટ કર્યો હતો. દાદીએ આ ઉંમરમાં બે પડપૌત્રને પણ જોઈ લીધા છે.
#WATCH मध्य प्रदेश: देवास में एक 90 साल की रेशम बाई तंवर नाम की महिला कार चलाकर बुजुर्ग लोगों को इस उम्र में भी गाड़ी चलाने का संदेश दे रही हैं। pic.twitter.com/HldyVTANn2
— ANI_HindiNews (@AHindinews) September 23, 2021
સમય અનુસાર, દાદીએ દરેક ક્ષેત્રમાં પોતાને અપડેટ રાખ્યા છે. આજે પણ તેઓ કોઈપણ વસ્તુ માટે કોઈના પર પણ નિર્ભર નથી. દાદી આ ઉંમરમાં એન્ડ્રોઈડ ફોન પણ ચલાવે છે. હવે તમને પ્રશ્ન થશે કે દાદી આ ઉંમરમાં આ બધુ શીખે કઈ રીતે છે. તો તેનો જવાબ છે કે, દાદી પોતાના પરિવારના સભ્યો સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ઘરના સભ્યો તેમને આ બધુ શીખવે છે.
मेरी उम्र 90 साल है। मुझे गाड़ी चलाना बहुत अच्छा लगता है। मैंने बहुत बार गाड़ी चलाई है। मैंने पहले ट्रैक्टर भी चलाया है: 90 साल की उम्र में कार चलाने वाली बुजुर्ग महिला रेशम बाई तंवर, देवास, मध्य प्रदेश https://t.co/ihBWkhLF17 pic.twitter.com/Tkp1dDlVXU
— ANI_HindiNews (@AHindinews) September 23, 2021
દાદીએ પરિવારની સામે આ ઉંમરમાં કાર શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ તેમને કાર ચલાવવાની ટ્રેનિંગ આપી. દાદી હવે સ્પીડમાં કાર ચલાવવા માંડ્યા છે. 95 વર્ષની ઉંમરમાં પણ દાદી એકદમ ફિટ છે. તેમને કોઈપણ પ્રકારની બીમારી નથી. સવાલે વહેલા ઉઠીને તેઓ પૂજા-પાઠ કરે છે. ત્યારબાદ પોતાના કામમાં લાગી જાય છે. દાદી ઘરે આજે પણ ગાય-ભેંસને પોતાના હાથે ચારો આપે છે. તેમજ કાર ચલાવતા પહેલા દાદી ટ્રેક્ટર પણ ચલાવી ચુક્યા છે. કાર ચલાવતા શીખીને દાદી ખૂબ જ ખુશ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.