87 કલાકમાં જ આ મહિલાએ ખેડ્યો 208 દેશોનો પ્રવાસ, બનાવી નાખ્યો રેકોર્ડ

ફરવાના શોખીન લોકો
ફરવાના જે શોખીન લોકો હોય છે તેઓ જ્યાં સુધી નવી નવી જગ્યાઓ ફરી ન લે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. તેઓ દુનિયા જોવા ઈચ્છે છે. શું તમે એ પણ વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ 3 દિવસમાં 208 દેશની મુસાફરી કેવી રીતે કરી શકે છે? જોકે, એકમ મહિલાએ આ અશક્ય લાગતું કારનામું કરી બતાવ્યું છે. 3 દિવસમાં તેમણે 7 મહાદ્વિપના 208 દેશોની મુસાફરી કરી હતી અને પોતાનું નામ ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં નોંધાવ્યું હતું.

સંયુક્ત આરમ અમીરાતના રહેવાસી
આ મહિલાનું નામ ડોક્ટર ખાવલા અલ રોમાથી છે. તેઓ સંયુક્ત આરબ અમીરાતના રહેવાસી છે. તેમણે માત્ર 3 દિવસમાં જ 7 મહાદ્વીપના 208 દેશોની મુસાફરી કરી હતી. આ મુસાફરી માત્ર 3 દિવસ, 14 કલાક, 46 મિનિટ અને 48 સેકન્ડમાં પૂરી કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં પૂરી કરી પોતાની સફર
ડોક્ટર રોમાથીએ 10 ફેબ્રુઆરી 2020ના રોદ પોતાની મુસાફરી યુએઈથી શરુ કરી હતી. 13 ફેબ્રુઆરી, 2020ના રોજ તેણે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાંથી આ મુસાફરી સમાપ્ત કરી હતી. જે પછી તેણે પોતાનું નામ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડરેકોર્ડ્સ’ માટે મોકલ્યુ હતું. હવે જ્યારે તેમનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું તો તેમણે તેની તસવીર પણ શૅર કરી હતી.

ખૂબ જ મુશ્કેલ હતી આ સફર
પોતાની સફર અંગે ડોક્ટર રોમાથીએ જણાવ્યું હતું કે, તેમની આ સફર ખૂબ જ મુશ્કેલભરી રહી હતી. અનેક જગ્યાએ એવું પણ લાગ્યું કે તેને ઘરે પરત ફરવું જોઈએ. જોકે, તેમના પરિવાર અને દોસ્તોના વિશ્વાસે તેને હિંમત આપી અને તેણે પોતાની મુસાફરી સુખદ રીતે પૂરી કરી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube