Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:-18 ઓક્ટોબર 2020નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ

તારીખ 18 ઓક્ટોબર 2020, રવિવારે કુંભ રાશિના લોકો માટે નવી વસ્તુઓની શોધખોળ કરવામાં દિવસ પસાર થશે. તમે ફક્ત મર્યાદિત અને જરૂરી ખર્ચા કરો છો. તમારા પરિવારના સભ્યો તરફથી દગાની સંભાવના છે. સાંજથી રાત સુધીમાં નજીકની યાત્રા થઈ શકે છે, જે ફાયદાકારક રહેશે. કોઈ જૂના મિત્રને મળવાનું અથવા ફોન પર વાતચીત કરવામાં આનંદ મળશે. કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ

આજે રવિવારે જો તમારે કોઈ પણ વ્યક્તિ, બેંક અથવા સંસ્થા પાસેથી લોન લેવી હોય તો ટાળજો. આજે તમને સરકાર દ્વારા સન્માન મળવાની સંભાવના રહેશે. જૂના મિત્રોનો સહયોગ મળશે અને સારા મિત્રો વધશે. આજે તમને તમારી પત્નીનો સહયોગ મળી શકે છે. રાત્રિનો સમય આનંદમાં વિતાવશો. નસીબ 70 ટકા સાથ આપશે.

વૃષભ

આજે ખૂબ વ્યસ્ત રહેશો. ભાગદોડમાં ધ્યાન રાખજો. પગમાં ઈજા થઈ શકે છે. તમારી નિર્ણય ક્ષમતાનો આજે તમને લાભ થઈ શકે છે. આજે અટકેલા કામ પૂરા થશે. આજના કોઈ કામનો તમને ભવિષ્યમાં પૂરો લાભ મળશે. તમને સાંજે કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. નસીબ 90 ટકા સાથ આપશે.

મિથુન

રવિવારે ખોટો ખર્ચ ટાળવો જોઈએ. જો તમે કોઈ શારીરિક રોગથી પીડિત છો તો આજે તેમાં વધારો થઈ શકે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં સમસ્યા ઉપસ્થિત થશે. અચાનક કેટલાંક ફાયદાઓ થવાના કારણે ધર્મ પ્રત્યેની તમારી રુચિ વધશે. સંતાન તરફથી આનંદદાયક સમાચાર મળશે. સાંજથી રાત સુધી સંગીતમાં રસ વધશે. નસીબ 56% સાથ આપશે.

કર્ક

કર્ક રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. તમારી મહેનતથી તમને સારા પરિણામ મળશે. બાળકો પ્રત્યેનો તમારો વિશ્વાસ વધુ પ્રબળ બનશે. આજે મોસાળ તરફથી પ્રેમ અને વિશેષ સહયોગની સંભાવના છે. આજે શોખ માટે પૈસા ખર્ચશો. તમારા શત્રુઓ પરેશાન થશે. આજે માતાપિતાની વિશેષ કાળજી રાખો અને તેમના આશીર્વાદનો મળશે. નસીબ 60 ટકા સાથ આપશે.

સિંહ

આજે માનસિક અશાંતિ, ચિંતાના કારણે તમે ભટકી શકો છો. દિવસે માતાપિતાનો ટેકો અને આશીર્વાદ રાહત આપશે. આજે સાસુ-વહુ તરફથી નારાજગીના સંકેત મળશે, મધુરવાણીનો ઉપયોગ કરો નહીં તો સંબંધોમાં કડવાશ આવશે. જો આંખોને લગતી કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારા થશે. નસીબ 57% ટકા સાથ આપશે.

કન્યા

કન્યા રાશિના લોકો આજે હિંમત સાથે તેમના મુશ્કેલ કાર્યોને પાર પાડવા સક્ષમ બનશે. પર્યાપ્ત સહયોગથી તમને તમારા માતાપિતાનું સુખ મળશે. શરીરમાં પીડાને કારણે પત્નીને થોડી મુશ્કેલી થઈ શકે છે. વ્યર્થ ખર્ચનો યોગ છે. તમે લોકો વિશે સારું વિચારશો. પરંતુ લોકો તેને તમારી લાચારી અથવા સ્વાર્થ સમજશે. ધંધામાં ધન લાભ થશે. નસીબ 55% ટકા સાથ આપશે.

તુલા

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે. આજે તમારા હક અને સંપત્તિમાં વધારો થશે. તમે બીજાના વિશે સારું વિચારશો અને હૃદયથી સેવા કરશો. આજે તમારા ગુરુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને વફાદારી જાળવો. આજે જો તમારે નવા કાર્યોમાં રોકાણ કરવું હોય તો તે શુભ રહેશે. પરિવારમાં પણ શાંતિ અને આનંદ રહેશે. નસીબ 65 ટકા સાથ આપશે.

વૃશ્ચિક

આજે વૃશ્ચિક રાશિના લોકો પરેશાન રહેશે. ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. એટલું જ નહીં વ્યવસાયના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નો આજે નિરર્થક થઈ શકે છે. તમે સાંજ સુધી તમારી ધીરજ અને પ્રતિભાથી શત્રુ પક્ષને જીતવામાં સફળ થશો. જો કોઈ વિવાદ થયો છે તો તેમાં સફળતા મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે. નસીબ 51% સાથ આપશે.

ધન

આજે દાનની ભાવના તમારામાં વિકાસ કરશે. તમને ધાર્મિક વિધિઓમાં રુચિ રહેશે. ભાગ્ય તરફથી પણ તમને પૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સાંજથી રાત સુધી પેટમાં સમસ્યા રહેવાની સંભાવના છે. સાવચેત રહો અને ખોરાક પર સંયમ રાખો. નસીબ 59% સાથ આપશે.

મકર

મકર રાશિના લોકોને આજે કિંમતી વસ્તુઓ મળી શકે છે. પરંતુ આ સાથે બિનજરૂરી ખર્ચા પણ સામે આવશે, જે ના ઈચ્છતા પણ કરવા પડશે. સાસરિયાઓની તરફેણથી તમને માન મળશે. તમારા વ્યવસાયમાં કામ પૂર્ણ થશે. જો તમારે કોઈ નવા કાર્યમાં રોકાણ કરવું છે તો ચોક્કસપણે કરો, ભવિષ્યમાં ફાયદો થશે. નસીબ 60 ટકા સાથ આપશે.

કુંભ

આજે કુંભ લોકો માટે નવી વસ્તુઓની શોધખોળ કરવામાં દિવસ પસાર થશે. તમે ફક્ત મર્યાદિત અને જરૂરી ખર્ચા કરો છો. તમારા પરિવારના સભ્યો તરફથી દગાની સંભાવના છે. સાંજથી રાત સુધીમાં નજીકની યાત્રા થઈ શકે છે, જે ફાયદાકારક રહેશે. કોઈ જૂના મિત્રને મળવાનું અથવા ફોન પર વાતચીત કરવામાં આનંદ મળશે. નસીબ 63% સાથ આપશે.

મીન

મીન રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલતા પુત્ર કે પુત્રીને લગતા કોઈ વિવાદનું સમાધાન આવશે. આનંદી વ્યક્તિત્વ હોવાને કારણે અન્ય લોકો તમારી સાથે સંબંધ રાખવાનો પ્રયાસ કરશે. સામાજિક સન્માન મળવાના કારણે તમારું મનોબળ વધશે. રાત્રે પ્રિયજનો અને પરિવાર તરફથી આનંદ મળશે. નસીબ 89 ટકા સાથ આપશે. – આચાર્ય કૃષ્ણદત્ત શર્મા

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal:- 14.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya

Rashifal ૨૫ નવેમ્બર : આજે એકસાથે બની રહ્યાં છે ૩ અદભૂત યોગ, ભગવાન ગણેશજી કરશે દરેક મનોકામના પૂરી

Nikitmaniya

Today Rashifal: કોના પર વરસવાના છે લક્ષ્મીજી ના આશીર્વાદ, જાણો કેવો રહેશે દિવસ..

Nikitmaniya