50 હજાર સુધીની લોન લેનારા નાના ઉધોગોને આપી આ રાહત, આ લોન કેવી રીતે અરજી કરવી જાણો…

બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૮મી એપ્રિલ ૨૦૧પનાં રોજ શુભારંભ કરાયો છે.

તા.૦૮/૦૪/૨૦૧પનાં રોજ માનનીય વડાપ્રધાન દ્વારા ઉત્પાદન, સેવા, નાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બિઝનેસ પ્રવૃત્તિઓને લોન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું ઉદઘાટન કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લોન નીચે મુજબ ત્રણ વર્ગમાં ઉપલબ્ધ છે.

મુદ્રા યોજનાના લાભ :

• આ યોજના અનુસાર સામાન્ય માણસ ગેરંટી વગર લોન માટે અરજી કારી શકે છે.
• આ યોજનામાં લોન આપવા માટેની કોઈ પણ પ્રકારની પ્રોસેસ ફી હોતી નથી.
• આ યોજનામાં રકમ પરત કરવાનો સમયગાળો ૫ વર્ષ સુધી વધારવામાં આવે છે.
• આ Working Capital Loan ને Mudra Card દ્વારા આપી શકાશે.

કયો વ્યક્તિ આ પ્રકારની લોન માટે અરજી કારી શકશે?
કોઈ પણ ભારતીય નાગરિક અથવા ફર્મ, (ખેતી સિવાય) એનો નવો ધંધો ચાલુ કરવા માંગતી હોય અથવા ચાલુ ધંધાને વધારવા માંગતી હોય અને જેની નાણાકીય જરૂરીયાત ૧૦ લાખ જેટલી છે એ આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે.

મુદ્રા લોનના પ્રકારો :

અલગ અલગ વ્યવસાયોને ધ્યાનમાં રાખીને મુદ્રા લોનને ૩ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.શિશુ લોન : આ યોજના અનુસાર ૫૦,૦૦૦/- સુધીની લોન આપવામાં આવે છે.કિશોર લોન : આમાં ૫૦,૦૦૦ /- થી લઈને ૫,૦૦,૦૦૦ /- સુધીની લોન આપવામાં આઅવે છે. તરુણ લોન : આમાં ૫,૦૦,૦૦૦/- થી લઈને ૧૦,૦૦,૦૦૦/- સુધીની રકમ આપવામાં આવે છે.

મુદ્રા બેંક લોનના વ્યાજ દર :

આ યોજનામાં કોઈ નિશ્ચિત વ્યાજદર રાખવામાં આવેલ નથી. વ્યાજદર અલગ અલગ બેંકોમાં અલગ અલગ હોઈ શકે છે. આ ઉપરાંત તે વ્યવસાય અને તેના રીસ્ક ઉપર પણ આધારિત હોય છે. સામાન્ય રીતે આ વ્યાજ દર ૧૨ % ની આસપાસ હોય છે.

મુદ્રા લોન અનુસાર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સબસીડી આપવામાં આવતી નથી. જો કોઈ અરજદારે સરકારની કોઈ સબસીડીવાળી યોજનામાં અરજી કરી હોય જેમાં સરકાર કેપિટલ સબસીડી આપતી હોય તો એવામાં એ સબસિડીને મુદ્રા લોન સાથે લીંક કરવામાં આવે છે.

મુદ્રા લોન માટે કઈ રીતે અરજી કરવી ?

જાણકારી ભેગી કરવી અને યોગ્ય બેંકની પસંદગી કરવી

મુદ્રા યોજના અનુસાર લોન માટે અરજી કરવાની કોઈ નિશ્ચિત પ્રક્રિયા નથી હોતી. આ માટે અરજદારે આસપાસ આવેલી બેંકમાં લોનની પ્રક્રિયા તેમજ વ્યાજદર સંબંધી પૂરે પૂરી જાણકારી ભેગી કરવાની રહેશે. આ ઉપરાંત લોનની અરજી કરવા માટે એક અરજી પત્રકની સાથે સાથે અમુક કાગળીયાઓ જમા કરાવાના હોય છે.

કયા કયા કાગળીયાઓ અનિવાર્ય છે આ લોન માટે ?

આ લોન માટે બેંક વિવ્વિધ પ્રકારના કાગાલુઆ માંગી શકે છે જે નીચે પ્રમાણે છે. અલ અલગ દસ્તાવેજો જેમકે Balance Sheet, Income Tax Returns અને તમારા વર્તમાન વ્યવસાયની જાણકારી. આ બધા કાગળીયાઓથી બેંક અનુમાન લગાવવા માંગે છે કે તમે લોનન ભરવા માટે સક્ષમ છો કે નઈ ! એ લોકો એવું પણ જાણવા પ્રયત્ન કરશે કે તમારા ધંધામાં રિસ્ક કેટલું છે જેથી એમને ખબર પડી શકે કે એમના રૂપિયા સુરક્ષિત રેહશે કે નઈ.

બેંક તમારા Business Plan, Project Report, Future Income Estimates વિષે પણ પૂરે પૂરી જાણકારી કઢાવવા પ્રયત્ન કરશે કારણ કે એ લોકોને ખબર પડી શકે કે એમની લોનનો ઉપયોગ એ કઈ રીતે કરશે અને એમાંથી પ્રોફિટ કઈ રીતે લઇ શકશે. આ ઉપરાંત ધંધો આગળ જઈને શું કરશે તે વિષે ની જાણકારી પણ કઢાવવા પ્રયત્ન કરશે.

જરૂરી DOCUMENTS:

1. ઓળખનો પુરાવો – મતદારના ID કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / પાન કાર્ડ / આધાર કાર્ડ / પાસપોર્ટની સ્વ પ્રમાણિત નકલ.
2. રહેઠાણનો પુરાવો – તાજેતરના ટેલીફોન બિલ, વીજળી બિલ, મિલકત કરની રસીદ (2 મહિના કરતાં જૂનું નહી), મતદારનું આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને માલિક / પાર્ટનર્સ ના પાસપોર્ટ.
3. એસસી / એસટી / ઓબીસી / લઘુમતી નો પુરાવો.
4. બિઝનેસ એન્ટરપ્રાઇઝના ઓળખ / સરનામાનો પુરાવો – સંબંધિત લાઇસન્સ / નોંધણી પ્રમાણપત્રો / બિઝનેસની માલિકીના દસ્તાવેજ, ઓળખ અને સરનામા સંબંધિત અન્ય દસ્તાવેજો.
5. અરજદાર કોઈ પણ બેન્ક / નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.
6. વર્તમાન બેન્કર, જો કોઈ હોય તો, એકાઉન્ટ્સનું નિવેદન (છેલ્લા છ મહિનાનું)
7. આવકવેરા / વેચાણવેરા વળતર વગેરે સાથે યુનિટની છેલ્લી બે વર્ષની બેલેન્સશીટ. (રૂ. 2 લાખથી વધુ અને તમામ કિસ્સાઓ માટે લાગુ)
8. કાર્યકારી મૂડી મર્યાદા અને ટર્મ લોનના કિસ્સામાં લોનની મુદત માટે એક વર્ષ માટે અંદાજિત બેલેન્સ શીટ્સ (રૂ. 2 લાખ અને ઉપરના બધા કિસ્સાઓ માટે લાગુ)
9. અરજીની રજૂઆતની તારીખથી ચાલુ નાણાંકીય વર્ષમાં મેળવેલી સેલ્સ.
10. તકનીકી અને આર્થિક વાતાવરણની વિગતો ધરાવતી પ્રોજેક્ટ રિપોર્ટ (સૂચિત યોજના માટે).
11. પાર્ટનરશીપ ડીડ (ભાગીદારી પેઢીના કિસ્સામાં) વગેરે
12. સંપત્તિ અને જવાબદારી નિવેદન (પક્ષની બાંયધરીની ગેરહાજરીમાં), લેનારાઓ સહિતના પાર્ટનર્સને નેટ-વર્થની જાણકારી માટે પૂછી શકાય છે.
13. માલિક / ભાગીદારોના ફોટા (બે કૉપિ)

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube