તમારુ 5G નેટવર્કનો ઉપયોગ કરવાનું સપનુ જલ્દી જ સાકાર થઇ શકે છે. રિલાયન્સ જિયો (Reliance Jio) 5G નેટવર્ક સેવા શરૂ કરી શકે છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ સંકેત આપ્યા છે કે 2021 સુધી ભારતમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવી શકે છે.રિલાયન્સ ગ્રુપ ચેરમેન મુકેશ અંબાણીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના ઉદ્ઘાટન સત્રનું સંબોધન કરતા સંકેત આપ્યા છે કે 2021ના બીજા ક્વાર્ટરમાં કંપની 5G નેટવર્ક દેશભરમાં શરૂ કરી શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને કહ્યું કે આજે દુનિયામાં ભારત સૌથી સારી રીતે ‘ડિજિટલ’ સાથે જોડાયેલો દેશ છે. તેમણે કહ્યું કે દેશમાં આજે પણ 30 કરોડ ગ્રાહક 2જીમાં ફસાયેલા છે અને તેમને સ્માર્ટફોનમાં લાવવા માટે નીતિગત હસ્તક્ષેપની જરૂર છે. સ્માર્ટફોન દ્વારા આ ગ્રાહક પણ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં સક્ષમ થઇ શકશે.
શું છે 5G નેટવર્ક
5G નેટવર્ક આ સમયે દુનિયામાં સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક માટે ક્રાંતિકારી ટેક્નોલોજી છે. 5G સેવા ભારતમાં લાગુ થયા બાદ તમારા મોબાઇલ અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી વધી જશે. આ ટેક્નોલોજીના ઉપયોગ માટે તમારી પાસે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે.
પીએમ મોદીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસને સંબોધિત કરતાં કહ્યું કે મોબાઇલ ટેક્નોલોજીના ઉપયોગથી વિભિન્ન કાર્યોમાં પારદર્શકતાને પ્રોત્સાહન મળ્યુ છે. પ્રધાનમંત્રીએ દૂરસંચાર ક્ષેત્ર સાથે જોડાયેલા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરતાં ભારતમાં આજે એક અબજથી વધુ મોબાઇલ ફોન ઉપયોગ કરતા લોકો છે અને ભારત આ ક્ષેત્રમાં દુનિયાનું મોટુ કેન્દ્ર બનતુ જઇ રહ્યું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.