30 હજાર સુધીનો પગાર મેળવતા નોકરીયાત વર્ગ માટે સરકાર કરશે આ મોટી ઘોષણા

નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2020 મંગળવાર

નરેન્દ્ર મોદી સરકાર નોકરીયાત વર્ગનાં લોકો માટે મોટી ઘોષણા કરવાની તૈયારીમાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ટૂંક સમયમાં 21,000 રૂપિયાથી વધુ પગાર થતાં પણ ESICનો ફાયદો મળી શકશે. કોરોના સંકટમાં શક્ય એટલા વધુ વર્કર્સને રાહત આપવા માટે ESICના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે.

તે મુજબ મેડિકલ અને આર્થિક મદદના નિયમ બદલવામાં આવશે. તેના માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, 21,000થી વધુ પગાર હોવા છતાંય સુવિધાઓ મળશે. સૂત્રોએ જણાવ્યું કે, 30,000 રૂપિયા સુધીના પગારદારોને પણ ESICનો ફાયદો મળશે.

શ્રમ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વધુ પગાર ધરાવનારા માટે સ્કીમ સાથે જોડાવાનો વિકલ્પ હશે. બેરોજગાર થતાં આર્થિક મદદ નિયત મર્યાદાના હિસાબથી થશે. ESIC બોર્ડને ટૂંક સમયમાં પ્રસ્તાવ મોકલવામાં આવશે.

કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગત સપ્તાહે કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC)ની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભના દાવાની અરજી કરવા કર્યાના 15 દિવસની અંદર પ્રોસેસ કરી દેવામાં આવશે એવું જણાવ્યું હતું.

ESICના નિદેશક મંડળે કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ રોજગાર ગુમાવનારા લોકોને રાહત પ્રદાન કરતા આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધી બેરોજગારી લાભ હેઠળ ચૂકવણીને બમણી કરી દીધી છે. યોજના હેઠળ હવે ત્રણ મહિનાના સરેરાશ પગારના પચાસ ટકા લાભ આપવામાં આવશે.

હવે રોજગાર ગુમાવવાના 30 દિવસ બાદ લાભનો દાવો દાખલ કરી શકાય છે. પહેલા તે 90 દિવસ બાદ જ કરી શકાતો હતો. હવે કર્મચારી પોતે જ દાવો કરી શકે છે, જ્યારે પહેલા તેમણે નિયોક્તાના માધ્યમથી અરજી કરવી પડતી હતી. ગંગવાર ESIC બોર્ડના અધ્યક્ષ પણ છે. તેઓએ યોજનાનો વ્યાપમાં આવનારા લોકોને તેનો લાભ લેવાની અપીલ કરી છે.

ESICની ગત ગુરુવારે મળેલી બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયથી લગભગ 40 લાખ ઔદ્યોગિક શ્રમિકોને લાભ મળવાની આશા છે. ESIC બોર્ડે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભ હેઠળ ચૂકવણીને વધારવા અને પાત્રતા માપદંડોમાં છૂટ આપવાને મંજૂરી આપી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube