શનિ બધા ગ્રહોમાં સૌથી વધારે મારક ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેમના કર્મોના હિસાબે ફળ આપે છે. જે જાતકોની કુંડળીમાં શનિ શુભ પ્રભાવમાં હોય છે તો તેમને સારું ફળ આપે છે. પરંતુ જે જાતકોની કુંડળીમાં શનિ ગ્રહ ખરાબ ભાવમાં હોય છે તેમના જીવનમાં મુશ્કેલીઓ રહે છે. બધા ગ્રહોમાં શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલનારા ગ્રહ છે. જેને કારણે જાતકોની કુંડળીમાં શનિ ગ્રહનો પ્રભાવ ઘણા સમય સુધી જળવાઇ રહે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને આયુષ્ય, રોગ, પીડા, મુશ્કેલી, લોખંડ, ખનીજતેલ, કર્મચારી, સેવક અને જેલના કારક માનવામાં આવે છે.

જ્યોતિષમાં શનિ ગ્રહને મકર અને કુંભ રાશિનું સ્વામીત્વ મળેલ હોય છે. શનિદેવ તુલા રાશિમાં ઉચ્ચ અને મેષ રાશિમાં નીચ માનવામાં આવે છે. શનિ ગ્રહનું પરિભ્રમણ એક રાશિથી બીજી રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી થાય છે. જ્યારે શનિ ગ્રહ રાશિ બદલે છે તો શનિ ગ્રહની દશા સાડા સાત વર્ષની હોય છે. તેને શનિ ગ્રહની સાડાસાતી અને શનિ ગ્રહની ઢૈય્યા કહેવામાં આવે છે. અત્યારે શનિ ગ્રહ મકર રાશિમાં બિરાજમાન છે. કારણ કે ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ માં શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થયું હતું. જ્યારે તેણે ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શની ગ્રહના મકર રાશિમાં હોવાથી ધન, મકર અને કુંભ રાશિ પર સાડાસાતી  તેમજ મિથુન અને તુલા રાશિ ઢૈય્યાનો પ્રભાવ છે. હવે ત્યાર બાદ શનિ ગ્રહનું આગળનું રાશિ પરિવર્તન આવતા વર્ષે એટલે કે  ૨૦૨૨ માં થશે. ૨૦૨૨ માં શનિ ગ્રહના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓ પર શનિ ગ્રહની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ રહેશે ચાલો જાણીએ.

૨૦૨૨ માં શનિ ગ્રહનું રાશિ પરિવર્તન

શનિદેવ હવે આવતા વર્ષે ૨૯ એપ્રિલ ૨૦૨૦ ના પોતાની રાશિ બદલશે. શનિ ગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિ ગ્રહના કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ મકર, કુંભ, મીન, મિથુન, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિ ગ્રહની અશુભ છાયા પડવાનું શરૂ થઈ જશે.

ધન, મકર અને કુંભ રાશિઓને સાડાસાતીથી મુક્તિ ક્યારે?

૨૯ એપ્રિલ ૨૦૨૨ થી શનિ ગ્રહ મકર રાશિને છોડીને પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિ ગ્રહના કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ ધન રાશિ પરથી શનિ ગ્રહની સાડાસાતીનો અંત થઇ જશે. પરંતુ ધ્યાન આપવા વાળી વાત એ છે કે શનિ ગ્રહ ૨૦૨૨ માં વક્રી ચાલથી ચાલતા મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ ગ્રહના મકર રાશિમાં વક્રી અને માર્ગી થવાના થોડા સમય માટે ધન રાશિ પર સાડાસાતી લાગશે.

૨૦૨૩ થી પૂર્ણ રૂપે ધન રાશિ પરથી શનિ ગ્રહની સાડાસાતી ખતમ થઇ જશે. ૨૦૨૫ માં મકર રાશિ પરથી શનિ ગ્રહની સાડાસાતી ખતમ થઇ જશે. કુંભ રાશિ પરથી પૂરી રીતે શનિ ગ્રહની સાડાસાતી ૩ જૂન ૨૦૨૭ ના દૂર થશે. કુંભ રાશિ ઉપર શનિ ગ્રહની સાડાસાતીનું પહેલું ચરણ ચાલી રહ્યું છે. શનિ ગ્રહ જ્યારે મેષ રાશિમાં આવશે ત્યારે કુંભ રાશિના જાતકોને મુક્તિ  મળશે.

વર્ષ ૨૦૨૨ માં શનિ ગ્રહની સાડાસાતી અને ઢૈય્યા

શનિ દેવ ૨૯ એપ્રિલ ૨૦૨૨ ના મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ચાલ્યા જશે. શનિ ગ્રહના કુંભ રાશિમાં પરિવર્તન કરવાથી મીન રાશિના જાતકો શનિ ગ્રહની સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થઇ જશે. શનિ ગ્રહના કુંભ રાશિમાં પરિભ્રમણથી મકર, કુંભ અને મીન રાશિ પર શનિ ગ્રહની સાડાસાતી રહેશે. તેમજ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિ ગ્રહની ઢૈય્યા શરૂ થઇ જશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube