Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
India

આશા 2021, ઝડપ:લાસ વેગાસથી રિપોર્ટ, જ્યાં હાઈપરલૂપનો ટેસ્ટ થઇ રહ્યો છે, ભવિષ્યની સૌથી ઝડપી ટ્રાન્સપોર્ટ સિસ્ટમને આકાર આપશે 2021

સવારે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને દોઢ કલાક બાદ મુંબઇમાં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ફરવાની કલ્પના જલદી સાકાર થઇ શકે છે. વર્જિન હાઈપરલૂપે અમેરિકાના લાસ વેગાસમાં તેજ ગતિની પરિવહન સિસ્ટમમાં માણસને સુરક્ષિત લઇ જવાનું સફળ પરીક્ષણ કર્યું છે. તે બુલેટ ટ્રેનથી ચાર ગણી અને બોઇંગ-747 પ્લેનથી બે ગણી ઝડપી છે. હાઈપરલૂપના પરીક્ષણ દરમિયાન લાસ વેગાસના રણમાં બનાવાયેલા 500 મી. લાંબા વેક્યૂમ ટ્યૂબ ટેસ્ટમાં બે એક્ઝિક્યુટિવ ઓફિસરે 500 મી.નું અંતર માત્ર 15 સેકન્ડમાં કાપ્યું.

હાઈપરલૂપે 6.25 સેકન્ડમાં જ કલાકના 172 કિ.મી.ની ઝડપ પકડી લીધી. મનુષ્ય સાથે પરીક્ષણ પહેલાં પેસેન્જર વિના અંદાજે 400 સફળ પરીક્ષણ કરાયાં હતાં. 2021માં વિશ્વની સૌથી ઝડપી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આકાર લેશે. વર્જિન હાઈપરલૂપે વેસ્ટ વર્જિનિયામાં 2022 સુધીમાં 9,600 મી.નો ટેસ્ટિંગ ટ્રેક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેની પાછળ 36 હજાર કરોડ રૂ. ખર્ચાશે. 2030 સુધીમાં કલાકના 1 હજાર કિ.મી.ની ઝડપ મેળવવાનું લક્ષ્ય છે. વર્જિન ગ્રૂપના સંસ્થાપક રિચર્ડ બ્રેનસને ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે હાઈપરલૂપના વાસ્તવિક પૉડમાં 28 બેઠક હશે પણ 2 બેઠકવાળા પૉડના પરીક્ષણનો હેતુ એ દર્શાવવાનો હતો કે તેમાં પેસેન્જર સુરક્ષિત મુસાફરી કરી શકે છે. આ ઇનોવેશન આવનારા સમયમાં લોકો માટે ક્યાંય પણ રહેવું, કામ કરવું અને ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવી દેશે. એક કલાકમાં 30 હજાર પેસેન્જરના પરિવહનની ક્ષમતા હશે.

હાઈપરલૂપમાં મુસાફરી કરનારી પ્રથમ વ્યક્તિ અને વર્જિન હાઈપરલૂપના ચીફ ટેક્નોલોજી ઓફિસર જોસ ગીગલે ભાસ્કરને જણાવ્યું કે ક્યારે અહીંથી ત્યાં પહોંચી જવાયું તેની ખબર જ ન પડી કે કોઇ ઝાટકો પણ ન અનુભવાયો. અમારું લક્ષ્ય 2025 સુધીમાં 28 પેસેન્જરના વાહનને સાકાર કરવાનું છે. લાસ વેગાસમાં હાઈપરલૂપનું સફળ પરીક્ષણ ભારતમાં હાઈપરલૂપના આગમનનું એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. વર્જિન હાઈપરલૂપ 2019થી જ મુંબઇથી પૂણે વચ્ચે 140 કિ.મી.નું અંતર 35 મિનિટમાં કાપવા માટેની સિસ્ટમ ડેવલપ કરી રહી છે. કંપનીએ બેંગલુરુ એરપોર્ટ સાથે કરાર પણ કર્યો છે, જે અંતર્ગત કલાકના 1,080 કિ.મી.ની ઝડપે 10 મિનિટમાં હજારો મુસાફરોને દર કલાકે બેંગલુરુ એરપોર્ટથી સિટી સેન્ટર સુધી લાવવા અને લઇ જવાની શક્યતા તપાસાશે.

પંજાબના પરિવહન વિભાગ સાથે પણ આવો કરાર થયો છે. બીજા પેસેન્જર પરીક્ષણમાં તનય માંજરેકર પણ સામેલ હતા, જેઓ વર્જિન હાઈપરલૂપ પૂણે પ્રોજેક્ટમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ સ્પેસિયાલિસ્ટ છે. તનયે ભાસ્કરને કહ્યું કે, હું આને લઇને સુપર એક્સાઇટેડ છું, કેમ કે મેં હાઈપરલૂપમાં મુસાફરી કરી છે, જે મારા જીવનની સર્વશ્રેષ્ઠ 15 સેકન્ડ હતી, જે હું ક્યારેય નહીં ભૂલું. આ એક સપનું સાકાર થવા જેવું છે. પૂણે-મુંબઇ વચ્ચે હાઈપરલૂપ બની ગયા બાદ સાડા ત્રણ કલાકનો ટ્રાવેલ ટાઇમ 35 મિનિટનો થઇ જશે. હાલ વાર્ષિક 7.5 કરોડ લોકો મુંબઇ-પૂણે વચ્ચે ટ્રાવેલ કરે છે. વર્જિન હાઈપરલૂપની ક્ષમતા વાર્ષિક 20 કરોડ પેસેન્જરને લાવવા, લઇ જવાની હશે.

દેશમાં હાઈપરલૂપથી 18 લાખ નોકરીઓ અને 2.6 લાખ કરોડ રૂ. આવશે
તસવીર લાસ વેગાસમાં બનાવાયેલી 500 મી. લાંબી હાઈપરલૂપ ટ્યૂબની છે. હાઈપરલૂપ એક મેગ્નેટિક પૉડ છે, જે ટ્યૂબમાં કલાકના 1 હજાર કિ.મી.ની ઝડપે તરતું તરતું આગળ વધે છે. કંપની ભારતમાં મુંબઇથી પૂણે વચ્ચેનું 140 કિ.મી.નું અંતર 35 મિનિટમાં કાપવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જુવાન થઈ ગયો છે અનિલ અંબાણીનો દીકરો, માતા ટીના અંબાણીએ લખ્યો ખાસ સંદેશ

Nikitmaniya

વડાપ્રધાને કરી આ રાજ્યોના સી.એમ સાથે વર્ચ્યુઅલ મીટીંગ, જાણો શું છે ખાસ…

Nikitmaniya

Pm Modi:- બર્થડે ગીફ્ટમાં શું જોઈએ છે તે સવાલનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો

Nikitmaniya