ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનાં ઘરે જલ્દી જ એક સારા સમાચાર આવવાનાં છે. વિરાટે સોશિયલ મીડિયાનાં માધ્યમથી જણાવ્યું છે કે, જાન્યુઆરી 2021 માં તેઓ બે થી ત્રણ થવા જઈ રહ્યા છે. વિરાટે આ પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને આ Good News શેર કરી છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું “And then, we were three! Arriving Jan 2021.” વિરાટે આ પોસ્ટ સાથે પોતાનો અને અનુષ્કાનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં બંનેનાં ચહેરા પર એક અલગ જ સ્મિત જોવા મળી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર વિરાટની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સમાચાર સાંભળ્યા બાદ ચાહકો વિરાટ અને અનુષ્કાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ફોટામાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube