બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ જાંગીયાનીએ ૧૮ ઓગસ્ટના રોજ જ પોતાના ૪૦ માં જન્મદિવસની ઉજવણી કરી હતી લાઈમલાઈટથી દુર રહેતી આ એકટ્રેસ વિષે કદાચ જ તમે લોકોએ સાંભળ્યું હશે. જો એવું છે, તો ચાલો તમને જણાવીએ કે આખરે કોણ છે આ એક્ટ્રેસ ? તમે બધાએ મોહબ્બતે ફિલ્મ તો દેખી જ હશે. આ ફિલ્મમાં એક્ટર જિમી શેરગિલ સાથે એ જોવા મળી હતી, એ જ પ્રીતિ જાંગીયાની છે. ૧૮ ઓગસ્ટ ૧૯૮૦ માં મુંબઈના એક સિંધી પરિવારમાં જન્મી છે.

પ્રીતિ પહેલી વાર રાજશ્રી પ્રોડક્શનના મ્યુજિક આલ્બમ યે હે પ્રેમમાં એક્ટર અબ્બાસ સાથે દેખાઈ હતી. આ આલ્બમના બે ગીતો છુઈ મુઈ સી તુમ લગતી હો, અને કુડી જચ ગઈ ઘણા ફેમસ થયા હતા. આ આલ્બમની સફળતા પછી પ્રીતિ નિરમા વિજ્ઞાપન સહીત કેટલાક અન્ય વિજ્ઞાપનમાં પણ જોવા મળી. જોકે, એને એક્ટિંગની દુનિયામાં ખાસ સફળતા ના મળી શકી, એટલે એમણે લગ્ન કરીને ઘર વસાવીને લેવાનો નિર્ણય કર્યો.

પ્રીતિએ વર્ષ ૨૦૦૮ માં આ મોડેલ સાથે કર્યા હતા લગ્ન

નોંધપાત્ર છે કે પ્રીતિ જાંગીયાનીએ વર્ષ ૨૦૦૮ માં મોડલ અને એક્ટર પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૧૧ માં એમણે પોતાના પહેલા દીકરા જયવીરને જન્મ આપ્યો. એના પાંચ વર્ષ પછી પ્રીતિએ બીજા દીકરા દેવને જન્મ આપ્યો. એ પછી એક્ટ્રેસ સંપૂર્ણ રીતે ઘર ગૃહસ્થીના કાર્યોમાં વ્યસ્ત થઇ ગઈ. જણાવી દઈએ કે પ્રીતિ પોતાના પતિ પ્રવીણ ડબાસ સહીત સમગ્ર પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે અને પોતાનો બધો જ સમય બાળકોના ઉછેરમાં લગાવે છે.


તમારી માહિતી માટે જણાવી દઈએ કે પ્રીતિએ પ્રવીણ સાથે લગ્ન કરતા પહેલા ફિલ્મમેકર ફિરોજ નડિયાદવાલાના ભાઈ મુશ્તાક સાથે સગાઇ કરી હતી. જોકે, કોઈ કારણોસર એ સગાઇ તૂટી ગઈ, ખાસ વાત એ રહી કે સગાઇ તૂટી ગયા પછી બંને પક્ષોએ એકબીજા પણ કોઈ આરોપ ના લગાવ્યા.

પ્રીતિનું ફિલ્મી કરિયર


પ્રીતિએ પહેલી વાર વર્ષ ૧૯૯૯ માં મલયાલમ ફિલ્મ મજાવિલ્લુથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં એની સાથે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર કુંચાકો બોવને કામ કર્યું હતું. એ પછી એમણે તેલુગુ ફિલ્મ થમ્મુડુંમાં કામ કર્યું. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને પ્રીતિએ બોલીવુડ તરફ પ્રયાણ કર્યું. મોહબ્બતે એમની પહેલી બોલીવુડ ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર તાબડતોડ કમાણી કરી. આ ફિલ્મમાં પ્રીતિને એક્ટિંગ માટે વખાણવામાં આવી હતી. એ પછી એમણે વર્ષ ૨૦૦૨ માં આવારા પાગલ દીવાના અને વાહ તેરા ક્યા કહેના જેવી ફિલ્મોમાં કામ કર્યું. જોકે, આ ફિલ્મમાં બીજા મોટા એકટર હતા અને પ્રીતિના રોલને કોઈ ખાસ મહત્તા ના આપવામાં આવી.

વર્ષ ૨૦૦૫ માં પ્રીતિની એક ફિલ્મ આવી , જેનું નામ હતું –ચાહત

એક નશા. આ ફિલ્મમાં પ્રીતિએ ઘણા બોલ્ડ અને ઈન્ટીમેન્ટ સીન આપ્યા. આ ફિલ્મમાં એની સામે એક્ટર આર્યન વૈધે કામ કર્યું હતું. ફિલ્મમાં પ્રીતિએ રશ્મિ જેટલીનો રોલ કર્યો હતો. બોલ્ડ સીન હોવા છતાં આ ફિલ્મને કોઈ ખાસ સફળતા ના મળી શકી.

પ્રીતિએ બોલીવુડની અન્ય કેટલીક ફિલ્મો, મસલન, બાજ, એલઓસી કારગીલ, આન, ઓમકારામાં કામ કર્યું. જોકે, આ ફિલ્મોમાં પ્રીતિને કોઈ મોટો રોલ ના મળ્યો. પ્રીતિએ પોતાના કરિયરમાં લગભગ ૩૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું. એમાં તેલુગુ, મલયાલમ, તમિલ, કન્નડ, પંજાબી, ઉર્દુ અને બંગાળી ફિલ્મો શામેલ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube