18 મહિના માટે રાહુ રહેશે વૃષભ રાશિમાં, આ રાશિના લોકોને થશે અઢળક ધન લાભ, જ્યારે તમને? વાંચો તમારી રાશિ વિશે

23મી સપ્ટેમ્બરે છાયા ગ્રહ તરીકે જાણીતો રાહુ ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યો છે. રાહુ ગ્રહે લગભગ 18 મહિના બાદ મિથુન રાશિને છોડીને વૃષભ રાશિમા પ્રવેશ કર્યો છે. રાહુ વૃષભ રાશિમાં 18 મહિના સુધી વક્રી ચાલ ચાલશે. રાહુ હંમેશા વક્રી ચાલ ચાલે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુનું વિશિષ્ટ સ્થાન હોય છે.

રાહુના કુંડલીમાં અશુભ ભાવમાં બેસવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓનો આરંભ થાય છે. પણ જો રાહુ કોઈ કુંડળીમાં શુભ ભાવમાં આવીને બેસે તો તે વ્યક્તિ જીવનમાં બધા જ પ્રકારના સુખ તેમજ વૈભવ પ્રાપ્ત કરે છે. રાહુએ 23મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગીને 50 મિનિટ પર વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાહુનું વૃષભ રાશિમાં ગોચર થવું બળવાન માનવામાં આવે છે. રાહુ વૃષભ રાશિના સ્વામિ છે. રાહુના 18 મહિના બાદના રાશિ પરિવર્તનની બધી જ 12 રાશિ પરની અસર પર એક નજર કરીએ.

મેષ રાશિ

રાહુ તમારી રાશીના બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં બેઠો છે. રાહુનું ધન ભાવમાં પ્રવેશવું તમારા માટે સફળતાના દ્વાર ખુલવા સમાન છે. આકસ્મિત ધન પ્રાપ્તી થવાની સાથે સાથે ઘણા દિવસોથી અટવાઈ પડેલું ધન પાછુ મળવાની પણ આશા છે. મોંઘી વસ્તુઓની ખરીદી થાય અને તમારું જીવન લક્ઝરીયસલી પસાર થાય. મકાન અથવા વાહન ખરીદવાનો સંકલ્પ પૂર્ણ થઈ શકે છે. તમારી જીદ તેમજ તમારા આવેશો પર કાબુ રાખીને કામ કરશો તો સફળતાની સંભાવના વધી જશે. તમારા કામ તેમજ વેપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

રાહુનો પ્રવેશ વૃષભ રાશિમાં થઈ રહ્યો છે. રાહુએ પોતાની રાશિના પ્રથમ ભાવમાં એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે આ પરિવર્તન તમારા માટે ઉત્તમ પરિણામો આપનાર સાબિત થશે. કામ તેમજ વેપારમાં પ્રગતિ થશે. નોકરીમાં બઢતી અને નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવાના પણ યોગ બનશે. જો સ્થાન પરિવર્તન ઇચ્છતા હોવ તો તે પણ કરી શકો. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં રોકાયેલા કામ પુરા થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અપેક્ષિત તેમજ અનુકુળ રહેશે. ચુંટણી સંબંધીત નિર્ણય લેવા ઇચ્છતા હોવ તો આગળ વધો પરિણામ અનુકુળ આવશે.

મિથુન રાશિ

લગભઘ 18 મહિના સુધી રાહુ તમારી રાશિમાં રહ્યા બાદ 23મી સપ્ટેમ્બરે બહાર નીકળ્યો છે. તેવામા તમારી રાશિના બારમાં ભાવમાં રાહુનો પ્રવેશ તમને વધારે ખર્ચો કરાવશે. વાહન સાવચેતી પુર્વક ચલાવો ખોટા વિવાદમાં ન પડો. કોર્ટ કચેરીના મામલાને બહાર જ પતાવી લેવા સારા રહેશે. ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ બગડી ન જાય તેનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને પરિક્ષામાં સારા અંક લાવવા માટે વધારે મહેનત કરવી પડશે. વિદેશી નાગરિકતા માટે એપ્લિકેશન કરવા માગતા હોવ તો આ સમય અનુકુળ રહેશે પણ કષ્ટપુર્ણ યાત્રા કરવી પડી શકે છે.

કર્ક રાશિ

રાહુ તમારી રાશિના 11માં ભાવ પર વક્રી થઈ રહ્યા છે. લાભ ભાવમાં રાહુનું ગોચર તમારા માટે ખુબ જ શુભ રહેશે. આ સ્થાન પર ગોચર કરતા રાહુ જાતકની બધી જ સમસ્યાઓનો નિવેડો લાવી દેશે અને વિષમ પરિસ્થિતિમાંથી કાઢીને તેને સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચાડશે. અન્ય ગ્રહોની પણ ગોચર સ્થિતિ તમારી સફળતાના સારા સંકેત આપી રહી છે.

સિંહ રાશિ

રાહુ તમારી રાશિના 11માં ભાવમાં વક્રી થયા છે. કુંડળીનો 10મો ભાવ ભાગ્યનો હોય છે. રાશિથી ભાગ્ય ભાવમાં રાહુનું ગોચર તમારા માટે અનુકુળ ફળદાયી સિદ્ધ થશે. નાના સ્તરે પણ કામ કરીને તમે સફળતાની ઉંચાઈ પર પહોંચી જશો. આ સ્થાન પર રાહુ રાજકારણ માટે સર્વશ્રેષ્ટ માનવામાં આવ્યા છે માટે શાસન સત્તાનું પુર્ણ સુખ મળશે. વરિષ્ટ સભ્યો સાથ સંબંધ જાળવી રાખશો તો મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે. માતાપિતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત રહેશો. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ચુંટણી સંબંધીત નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. ધર્મ-કર્મના મામલામાં પણ રસ વધશે અને આધ્યાત્મિક ઉન્નતિ થશે.

કન્યા રાશિ

રાહુ તમારી રાશિના 9માં ભાવમા વક્રી થયો છે. જેનાથી નવા કાર્ય અને વેપાર આરંભ કરનારા લોકો માટે સમય અનુકુળ રહેશે લાભના તમને અનેક અવસર પ્રાપ્ત થશે. વેદેશી કંપનીઓમાં સર્વિસ વિગેરે માટે અરજી કરવી હોય તો સમય અનુકુળ છે.

તુલા રાશિ

રાશિના અષ્ટમ ભાવમાં વૃષભ રાશિગત રાહુ ખૂબજ મળતા ફળ આપશે. આકસ્મિક ધન અથવા ગુપ્ત ધન પ્રાપ્ત થવાના યોગ છે. બની શકે કે તમારા કાર્યક્ષેત્રમાં તમને તમારા લોકો જ નીચું દેખાડવાનો પ્રયાસ કરે તેવામાં દરેક સમયે ષડયંત્રથી તમારે સાવધાન રહેવાનું છે અને ખોટા વિવાદોથી દૂર રહેવાનું છે. સ્વાસ્થ્ય સંબંધીત ચિંતા પરેશાન કરી શકે છે.

વૃશ્ચિક રાશિ

રાશિના સાતમાં ભાવમના રાહુનું ગોચર તમારા માટે ઘણા પ્રકારની સફળતાઓના દ્વાર ખોલશે. અટવાઈને પડ્યા રહેલા કામો પુરા થશે. શાનસ સત્તાનુ પુરું સુખ મળશે. અધિકારીઓમાં મધુર સંબંધ બનશે. શિક્ષા પ્રતિયોગિતામાં જો તમે ભાગ લઈ રહ્યા હોવ તો તમારા માટે ગોચરફળ અનુકુળ રહેશે. વેપારી વર્ગ માટે ગોચર ઓર વધારે અનુકુળ રહેશે. લગ્ન વિવાહથી સંબંધિત વાતચીતમાં થોડો વિલંબ થઈ શકે છે. ધર્મ-કર્મના મામલામાં રસ વધશે તેમજ આધ્યાત્મના ક્ષેત્રમાં પણ સારો અનુભવ થશે.

ધન રાશિ

રાશિના છઠ્ઠા શત્રુભાવમા રાહુનુ ગોચર છે જે તમારા માટે મિશ્ર રહેશે. રાહુનું વક્રી થવું મુશ્કેલ પરિસ્થિઓથી લડવામાં મદદ કરશે સાથે સાથે આવનારી બધી જ સમસ્યાઓનો પણ નિવેડો આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવધાન રહેવું પડશે. પોતાની ઉર્જા શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરતા નોકરીમાં પદોન્નતિ અને નવા અનુબંધ પર હસ્તાક્ષર પણ કરશો. તમારા દવારા લેવામાં આવેલા નિર્ણય તેમજ કરવામાં આવેલા કાર્યોના વખાણ થશે. રોજગારની દિશામાં કરવામાં આવેલા દરેક પ્રયાસ સફળ રહેશે.

મકર રાશિ

રાશિના 5માં ભાવમાં રાહુનું ભ્રમણના પરિણામસ્વરૂપ તમે અત્યંત વિવેકશીલ, ત્વરિત નિર્ણય લેનારા કુળશ પ્રશાસક રહેશો. વિદ્યાર્થીઓને શિક્ષા પ્રતિયોગિતામાં પણ તમને સફળતા મળશે. સંતાન સંબંધીત ચિંતા તમને સતાવી શકે છે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ તેમજ પ્રાદુર્ભાવના પણ યોગ છે. પ્રેમ સંબંધના મામલામાં અથવા તો પ્રેમ લગ્નના મામલામાં ગોચરનું પિરણામ અનુકૂળ નથી. કુટુંબના વડીલ સભ્ય અથવા તો મોટા ભાઈ સાથે મતભેદ ઉભો ન થાય તેનું ધ્યાન રાખવું.

કુંભ રાશિ

રાશિના ચોથા ભાવમાં રાહુનું ગોચર ઘણું ચડ-ઉતર વાળુ સાબિત થશે. તમારા માટે રાહુનુ ગોચર વધારે સારુ નહીં રહે. કાર્યક્ષેત્રમાં સફળતાઓ છતાં કોઈ કોઈ કારણસર કૌટુંબિક કંકાસ તેમજ માનસિક પીડાના શિકાર રહેશો. મગજમાં હંમેશા કંઈને કંઈ ચાલ્યા કરશે. જેના પરિણામ સ્વરૂપ સ્વભાવ ચિડિયો બની શકે છે. મકાન તેમજ વાહન ખરીદવાનો સંકલ્પ પૂર્ણ થશે. મિત્રો તેમજ સંબંધીઓની મદદ કરી કરીને થાકી જશો પણ છેવટે તો તેમનો અપયશ જ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત રહેશો. યાત્રા સમયે સામાન ચોરાવાની શક્યતા છે માટે સાવચેતી રાખવી.

મીન રાશિ

રાશિના ત્રીજા ભાવમાં રાહુનુ ગોચર તમારા માટે સફળતા લાવનારું છે. આ ગોચર તમને સાહસી તેમજ પરાક્રમી બનાવશે. સામાજિક પ્રતિષ્ઠામાં ભારે વધારો થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની પ્રશંસા થશે. રાજનિતિજ્ઞો તેમજ વડા અધિકારીઓ સાથે સંબંધો સારા બનશે. ચુંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માગતા હોવ તો સમય અનુકુળ છે. વિદ્યાર્થીઓ તેમજ પ્રતિયોગિતામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે રાહુનો પ્રભાવ સારો રહેશે. વિદેશી કંપનીઓમાં પણ સર્વિસ માટે અરજી કરવાનું સારું રહેશે. નોકરીમાં પદોન્નતિ તેમજ નવા કોન્ટ્રાક્ટના સંકેત રહેલા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube