કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે.એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
9 કિલો મીટરના 2 કલાકના રોડ શો બાદ મોદીનો કાફલો કમલમ પહોંચ્યો હતો. 156 જેટલી બસોમાં 7 હજાર કાર્યકરને લઇ જવાના હતા. જોકે ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આયોજનના અભાવે સમય વેડફાતાં માત્ર 10થી 15 બસો જ પહોંચી શકી હતી. અમદાવાદ મોડા પહોંચતાં આ બસોને ટ્રાફિક નડયો હતો. જેથી કાર્યકરો પીએમના રોડ શોના કાર્યક્રમમાં ભાગ લઇ શક્યા નહોતા. યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ શહેર પ્રમુખ, સાંસદ, મેયર સહિતના પદાધિકારીઓ વહેલા નીકળી જતાં સમયસર પહોંચી ગયા હતા.
રોડ શોમાં મેયર પહોંચ્યા ન હોવાનું સંગઠન દ્વારા કહેવાઈ રહ્યું છે, જ્યારે મેયરે કમલમમાં શહેર પ્રમુખની બાજુમાં જ બેઠા હોવાનું જણાવ્યું હતું. મેયર પહોંચ્યા ન હોવાનું સંગઠનના હોદ્દેદારો જણાવી રહ્યા હતા. આયોજનનો અભાવ: મોડા પડ્યા, ડીઝલ ભરાવવા ગયા અને ટ્રાફિકમાં ફસાયા. શહેર ભાજપ સંગઠન દ્વારા આયોજનનો અભાવ, બસો નિર્ધારિત સમય કરતાં મોડી ઊપડી, એક જ પંપ પર ડીઝલ ભરાવવા બસ ઊભી રાખી, અમદાવાદ રિંગ રોડ પર ટ્રાફિકમાં ફસાઈ, પરત ફરતી વેળા કાર્યકરોએ પોતાના ખર્ચે હોટલોમાં જમવાનો વારો આવ્યો.
જે બસોને પરત આવવાનો વારો આવ્યો હતો, તેના કાર્યકરોને સ્વખર્ચે રસ્તામાં નાસ્તો અને જમાવાનો વારો આવ્યો હતો, જેને પગલે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે ભાજપની પરપંરા પ્રમાણે કાર્યકરો પણ આક્રોશ મનમાં દબાવી રાખ્યો હતો અને કશું બોલ્યા નહોતા. અન્ય શહેરોની બસો વધુ હોવાથી અટવાયા.વડોદરાના કાર્યકર અને પાર્કિંગ વ્યવસ્થામાં રોકાયેલા હર્ષલસિંહે જણાવ્યું હતું કે વડોદરા સહિત, સુરત, આણંદ, નડિયાદની બસો પણ હતી બસોની સંખ્યા વધારે હતી જેના કારણે ટ્રાફિકમાં બસો અટવાઇ હતી, જેથી અમુક બસો પહોંચી શકી ના હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.