આ 11 દિગ્ગજ કોમેડીયન્સને મળી ‘પરી’ જેવી સુંદર પત્નીઓ, ૧૦ નંબરને તમે જોતા જ બેકાબુ થઇ જશો

હસવું દરેકને ગમતું હોય છે અને આજે ટીવી પાર એવા ઘણા શો આવે છે જે તમને હસાવવાનું અને ખુશ રાખવાનું કામ કરતા હોય છે, પોતાના આગવા અંદાઝ અને પોતાની આવડતના કારણે ઘણા કોમેડીયાને પોતાની એક આગવી છાપ ઉભી કરી છે. અલગ અલગ શોમાં તેઓ હાસ્યના ફુવારા ઉડાવતા જોવા મળે છે, પરંતુ આ કોમેડિયનના અંગત જીવન વિશે આપણે નથી જાણતા, ચાલો આજે અમે તેમની પત્નીઓ સાથે તમને મળાવીએ, જે દેખાવમાં કોઈ અભિનેત્રીઓથી કમ નથી.

1. કપિલ શર્મા: કપિલ શર્માનું તો નામ જ કાફી છે. આજે તેને દરેક ઘરમાં કપિલ શર્મા શોના કારણે ઓળખવામાં આવે છે. તેનો કોમેડી અંદાઝ બધા ને ખુબ જ પસંદ આવે છે, તે દેખાવમાં પણ બધાનું મન મોહી લે છે તો તેની પત્ની પણ દેખાવની બાબતમાં અભિનેત્રીઓને પાછળ મૂકી દે તેવી છે.તેની પત્નીનું નામ ગિન્ની ચતરથ છે, તે શોની અંદર તો ખાસ જોવા નથી મળતી પણ તેના ફોટોમાં તે કેટલી સુંદર છે તે જોઈ શકાય છે.

2. સુનિલ પાલ: સુનિલ પણ પણ ખુબ જ પ્રખ્યાત કોમેડિયન છે. સુનિલે સરિતા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તે સુખી લગ્ન જીવન જીવી રહ્યો છે અને તેના બે બાળકો પણ છે.

3. સુનિલ ગ્રોવર: કપિલ શર્મા શોની અંદર ડોક્ટર ગુલાટીના નામથી ઘરે ઘરમાં ઓળખાયેલા સુનિલ ગ્રોવરની પત્ની પણ ખુબ જ સુંદર છે. સુનિલને તો આપણે ટીવી ઉપર વારંવાર જોઈએ છીએ પરંતુ તેની પત્ની આરતીને હજુ ખુબ જ ઓછા લોકો ઓળખે છે.

4. કુકુ શારદા: કપિલ શર્મા શોની અંદર જ કામ કરતા કિકુ શારદાની કોમેડી પણ બહુ લોકોને પસંદ આવે છે. તેને પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. નચ બલિયેમાં પણ બંને સાથે હતા અને ત્યાર બાદ જ દુનિયાને માલુમ પડ્યું કે કુકુની પત્ની આટલી સુંદર છે.

5. ચંદન પ્રભાકર: કોમેડીની દુનિયામાં આજે જેને બધા જ ઓળખે છે એવા કપિલ શર્માના મિત્ર ચંદન પ્રભાકરની પત્ની નંદની ખન્ના ખુબ જ સુંદર છે. તેની સુંદર આગળ અભિનેત્રીઓ પણ ઝાંખી પડી જાય છે.

6. રાજપાલ યાદવ: રાજપાલ યાદવને આપણે ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકે જોયો છે અને તેની કોમેડીને લોકો પસંદ પણ કરે છે. તેની પત્નીનું નામ રાધા યાદવ છે. તે બંનેની મુલાકાત કેનેડામાં એક શૂટિંગ દરમિયાન થઇ હતી, હાલમાં તેમને એક બાળક પણ છે.

7. જોની લીવર: જોની લીવર એક એવો કોમેડિયન છે જેના ચહેરાના ભાવ જોઈને જ મોટાભાગના લોકોને હસવું આવી જાય, એક સમય એવો પણ હતો કે જોની લીવરની કોમેડી વગર ફિલ્મ જ અધૂરી લાગતી, જોનીની પત્નીનું નામ છે સુજાતા। જોનીને બે બાળકો પણ છે જેમાં તેની દીકરી સ્ટેન્ડઅપ કોમેડિયન છે. જોની કહે છે કે તે તેની પત્નીના કારણે જ આટલો સફળ છે તેને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે.

8. સંજય મિશ્રા: સંજય મિશ્રા પણ બોલીવુડના સૌથી પ્રખ્યાત કોમેડીયન છે. સંજયની પત્નીનું નામ કિરણ મિશ્રા છે, તે તેની બીજી પત્ની છે. પહેલા લગ્ન તૂટ્યા બાદ સંજયનું બીજીવાર લગ્ન કરવા માટેનું મન નહોતું પરંતુ પરિવાર દ્વારા સમજાવટ કરીને બીજા લગ્ન તેને કિરણ સાથે કાર્ય હતા આજે તેમને બે બાળકો પણ છે.

9. રાજુ શ્રીવાસ્તવ: રાજુ શ્રીવાસ્તવ આજે પણ ઘણા ટીવી શોની અંદર કોમેડી કરતો નજરે આવે છે. પેટ પકડીને હસાવતા રાજુની પત્નીનું નામ છે શીખ શ્રીવાસ્તવ. તેમને બે બાળકો પણ છે.

10. કૃષ્ણા અભિષેક: કોમેડિયન કૃષ્ણના પણ ઘણા ચાહકો છે, તે કપિલ શર્મા શોની અંદર જ કામ કરે છે. તેની પત્નીનું નામ કાશ્મીર છે તે પણ દેખાવમાં સુંદર છે. કાશીમર કૃષ્ણા કરતા ઉંમરમાં મોટી છે અને બંનેના લવ મેરેજ હતા.ગયા વર્ષે કૃષ્ણા અભિષેકના જીવનમાં ઘણ બધી ખુશીઓ આવી હતી.

તેને ફક્ત ટીવી પર શો નથી મળ્યો પરંતુ રીયલ લાઇફમાં પણ તેના ઘરે ખુશીઓ વરસી હતા. તેની પત્ની કાશ્મીરાએ જોડકાં દીકરાંઓને જન્મ આપ્યો હતો કૃષ્ણા અભિષેક તથા કાશ્મીરાના લગ્ન 2013માં થયા હતા. છ અઠવાડિયા પહેલા સરોગસીની મદદથી કાશ્મીરાએ બે દીકરાના લગ્ન થયા હતા. જોકે જન્મ બાદ બંનેને નિયોનેટલ કેરમાં રાખવામાં આવ્યા હતા.

11. અલી અસગર: અલી અસગ઼ર ઘણા સમયથી ટીવી અને ફિલ્મો સાથે જોડાયેલો છે આજે તે કપિલ શર્મા શોની અંદર નાનીના કિરદારમાં જોવા મળે છે. તેના લગ્ન સિદ્દીક સાથે થયા હતા, તેને બે બાળકો પણ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube