• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

૧ સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ ૭ વસ્તુ, સામાન્ય વ્યક્તિઓ પર થશે સીધી અસર..

in India
૧ સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ ૭ વસ્તુ, સામાન્ય વ્યક્તિઓ પર થશે સીધી અસર..

સરકારે ફરી એકવાર ઘણા નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. 1 સપ્ટેમ્બર (1 સપ્ટેમ્બર 2020) થી સામાન્ય માણસના જીવનમાં ઘણા મોટા પરિવર્તન થવાના છે. જે પછી ઘણી વસ્તુઓ બદલાશે. જે ચીજો બદલાવા જઈ રહી છે તેમાં મુખ્યત્વે એલપીજી, હોમ લોન, ઇએમઆઈ, એરલાઇન્સ અને બીજી ઘણી વસ્તુઓ શામેલ છે. તે તમારા ખિસ્સાને પણ અસર કરી શકે છે. બજેટની ઘણી જાહેરાતો અને ઘણા ફેરફાર 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ જશે. ચાલો તમને આ બધા બદલાવ વિશે સંપૂર્ણ માહિતી જણાવી દઈએ.

LPG સીલીન્ડરના ભાવમાં ફેરફાર

દેશમાં કોરોના મહામારીના કારણે ઘણી જ મોંઘવારીમાં પણ વધારો થયો છે. 1 લી સપ્ટેમ્બરથી રસોઈ ગેસ માં ફેરફાર થઇ શકે છે એટલે કે એના ભાવમાં ઘટાડો થઇ શકે છે. LPG, CNG અને PNGના ભાવમાં ઘટાડો થઇ શકે છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ થાય છે ત્યારે 1 લી સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલેન્ડરની કિંમતને રીવાઈજ કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે સપ્ટેમ્બરમાં LPG સિલિન્ડરના ભાવ ઓછા થશે.

મોંઘી થશે ફ્લાઈટ્સ યાત્રા

1 સપ્ટેમ્બરથી હવાઈ યાત્રાઓ મોંઘી થઇ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 1 સપ્ટેમ્બરથી ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય યાત્રીઓ પાસેથી ઉચ્ચ વિમાનન શુલ્ક વસૂલવાનો નિર્ણય કર્યો છે. એએસએફ શુલ્ક માટે હવે ઘરેલુ યાત્રિકો પાસેથી 150ની જગ્યાએ 160 રૂપિયા વસુલવામાં આવશે. તેમજ આંતર રાષ્ટ્રીય યાત્રિકો પાસેથી 4.85 ડોલરના બદલે 5.2 ડોલર વસુલવામાં આવશે.

વધશે EMI નો ભાર અને પૂરું થશે મોરેટોરિયમ

ઈએમઆઈ ચુકવનાર ગ્રાહકોના ખિસ્સા પર અસર થશે કારણકે કોરોના સંકટના કારણે લોન ગ્રાહકોની EMI પર માર્ચ મહિનામાં જે પાબંધી હતી તે 31 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. ભારતીય સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકની તરફથી આવનારા અઠવાડિયે નિર્ણય આવે તેવી સંભાવના છે. બેંકિંગ સેક્ટરમાં તેને આગળ વધારવાની સ્થિતિ નક્કી નથી. હોમ, ઓટો, પર્સનલ લોન જેવી અનેક લોનને લઈને પણ સ્પષ્ટતા થઈ નથી.

દિલ્લી મેટ્રો થઇ શકે છે શરૂ

દિલ્લી માં મેટ્રો શરૂ થવાની રાહ જોનારા લોકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં છૂટની સાથે અનલોક 4માં મેટ્રો શરૂ કરવાની પરવાનગી મળી શકે છે.

શરૂ થશે ઈન્ડીગો એયરલાઈન્સ

છેલ્લા ઘણા સમયથી બંધ થઇ ગયેલી એર-લાઇન્સ ઉડાણમાં ઈન્ડિગો એર-લાઇન્સની સુવિધા પણ કેટલીક સાવચેતીઓ સાથે ફરી શરૂ થવાની શક્યતા છે. બજેટ એરલાઈન્સ ઈન્ડિગોએ પોતાની ફ્લાઈટ્સ સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરવાની જાહેરાત કરી છે. 1 સપ્ટેમ્બરથી પ્રયાગરાજ, કોલકત્તા અને સૂરતની ફ્લાઈટ્સ શરૂ થઈ શકે છે.  કંપની 1 સપ્ટેમ્બર બાદ પોતાની ઉડાણ માટે બુકીંગ શરૂ કરી શકે છે.

ચાલુ

કેન્દ્ર સરકારે અનલોક 4માં અનેક પ્રતિબંધ સાથે 1 સપ્ટેમ્બરથી  14 નવેમ્બરની વચ્ચે શાળાઓ ખોલવાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યોજના પર હેલ્થ મિનિસ્ટર અને અન્ય કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે. ગાઈડલાઈન તૈયાર થયા બાદ સપ્ટેમ્બરમાં શાળાઓ શરૂ કરવામાં આવશે..

OLA- Uber ડ્રાઈવર કરી શકે છે હડતાલ

એપ્લિકેશન ના આધાર પર કાર સર્વિસ આપનારી કંપનીઓ ઓલા અને ઉબરના ડ્રાઈવરો દિલ્હી-એનસીઆરમાં 1 સપ્ટેમબરથી હડતાલની ધમકી આપી રહ્યા છે. ડ્રાઈવરો દ્વારા તેમના ઘણા મુદ્દાઓને લઈને હડતાલ ઉપર ઉતરવાની ધમકી આપવામાં આવી છે. જો સરકાર તેમની સમસ્યાઓને નહીં ઉકેલે તો કેબ એગ્રીગેટર્સની સાથે કામ કરનારા લગભગ 2 લાખ ડ્રાઈવર્સ હડતાલમાં સામેલ થશે.

GST ભરવામાં થશે મોડું તો લાગશે ૧૮% વ્યાજ

સરકારે કહ્યું કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ભરવામાં મોડું થશે તો 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમાં જીએસટી પેમેન્ટમાં મોડું થવાના કારણે 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાને લઈને ચિંતા સેવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 2017થી કુલ કરના જીએસટી પેમેન્ટમાં મોડું થવા માટે વ્યાજ લેવાશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: