Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Gujarat

1 ઓગસ્ટથી અનલોક-3 / રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ, હોટલ-રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે, જીમ-યોગ સેન્ટર 5મીથી ખુલશે

ગાંધીનગર. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક 3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સ ને રાજ્ય સરકાર અનુસરશે. આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.

જાણો કેન્દ્રની ગાઈડલાઈનની મહત્વપૂર્ણ વાતો

 • યોગ સંસ્થાઓ તથા જીમ્નેસિયમ્સને 5મી ઓગસ્ટ,2020થી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. આ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જારી કરવામાં આવશે.
 • કોવિડ-19ના ફેલાવાને અંકૂશમાં લેવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની બાબતને સુનિશ્ચિત કરવાની રહેશે.
 • સ્વતંત્રતા દિવસ નિમિતે કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્સિગ તેમજ અન્ય આરોગ્ય સંબંધિત પ્રોટોકોલ જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને યોજવા મંજૂરી આપવામાં આવશે. આ અંગે ગૃહ મંત્રલાય (MHA) દ્વારા 21મી જુલાઈ,2020ના રોજ જે સૂચનો જારી કર્યા હતા તેનું પાલન કરવાનું રહેશે.
 • રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળા, કોલેજો તથા કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 ઓગસ્ટ,2020 સુધી બંધ રહેશે.
 • મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે.

અનલોક-2માં કઈ કઈ છૂટ આપી

 • અનલોક 2માં કર્ફયુમાં એક કલાકની રાહત આપી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવ્યો હતો. જેનો અનલોક 3માં સંપૂર્ણ અંત આવી ગયો છે.
 • દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો
 • હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપી હતી

અનલોક-1માં કઈ કઈ છૂટ મળી હતી

 • સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ
 • રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો
 • અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ થઈ
 • તમામ દુકાનો ખોલવા માટે મંજૂરી આપી
 • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ થઈ
 • મોલ, હોટેલ, રેસ્ટોરાં ખોલવાની છૂટ આપી
 • AMTS સહિત સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સિટી બસ સેવા ચાલુ કરી
 • ટુ-વ્હીલર પર બે વ્યક્તિને બેસીને જવાની છૂટ આપી
 • ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત રાખ્યો હતો
 • કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરી
 • સચિવાલય અને સરકારી કચેરીઓ સંપૂર્ણપણે શરૂ કર્યા

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

કુલ સંક્રમીતોની સંખ્યા 1 લાખની નજીક, 14 દર્દીઓના મોત સાથે નોધાયા 1280 નવા પોઝિટિવ કેસ….

admin

અમદાવાદ / સ્કૂલ ફી માફીના પરિપત્ર સામે ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક, જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો

Nikitmaniya

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1372 લોકો કોરોના પોઝિટિવ સાથે 15 દર્દીના મોત, આજે વધુ 1289 સંક્રમિત થયા સાજા

Nikitmaniya