તારીખ ૦૩-૦૯-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ

તિથિ :- એકમ ૧૨:૨૬ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા

યોગ :- ધૃતિ

કરણ :- કૌલવ ૧૨:૨૬ સુધી. તૈતુલ ૨૫:૨૨ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૩

સૂર્યાસ્ત :-૧૮:૫૧

ચંદ્ર રાશિ :- કુંભ ૧૪:૧૩ સુધી. મીન ૧૪:૧૩ થી ચાલું.

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- બીજ નું શ્રાદ્ધ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- વિકલ્પ મળતાં મન નો બોજો હળવો થાય.

સ્ત્રીવર્ગ:- ગેરસમજ નિવારવી. સમય સાનુકૂળ થતો જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં મુંઝવણ રહે.

નોકરિયાત વર્ગ:- પરેશાનીથી ગભરાવવાની જરૂર નથી.ઉકેલ મળશે.

વેપારીવર્ગ:-સંજોગો ધીમે ધીમે સાનુકૂળ થઈ શકશે.

પારિવારિકવાતાવરણ:- નવું વાહન લીધું હશે તો નુકસાન ની સંભાવના રહે છે.સંભાળવું.

શુભ રંગ :- નીલો

શુભ અંક:-૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામમાં પ્રગતિ જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં ધીરજ ધરવી પડે.

પ્રેમીજનો:- પ્રિયજન થી સમાધાન શક્ય.

નોકરિયાત વર્ગ:- ઉપરી તરફથી તણાવ વધે.

વેપારીવર્ગ:- કામકાજમાં તણાવ રહે.

પારિવારિકવાતાવરણ:- સંજોગો ધીમે ધીમે સાનુકુળ થતાં જણાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી સાનુકૂળતા વધારી શકો.

સ્ત્રીવર્ગ:- નોકરી-વ્યવસાયમાં મધ્યાન બાદ તણાવ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની સારી વાત પ્રાપ્ત થવાના એંધાણ મળે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વાદ-વિવાદ ટાળવો.

નોકરિયાત વર્ગ:- કઠિન કામ માં કામકાજમાં મદદ જરૂરી બને.

વેપારીવર્ગ:- વેપારમાં મધ્યાન બાદ અનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- મધ્યાન બાદ વાતાવરણમાં પલ્ટો જણાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- મધ્યાન પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.

લગ્ન ઈચ્છુક:-ભાગ્ય યોગે વાતમાં સાનુકુળતા મળે.

પ્રેમીજનો:- પ્રિયજન થી સમાધાન શક્ય છે.

નોકરિયાત વર્ગ:- અટકતા કામ સાનુકૂળતા થી કવર કરી શકો.

વેપારી વર્ગ:- ભાગ્ય યોગે સારો વેપાર મળે.

પારિવારિક વાતાવરણ:- સમસ્યાને સમજી હલ મેળવી. શકો રાહત રહે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- થોડી સફળતાથી ગર્વ ન કરવો. પ્રયત્ન વધારવા.

સ્ત્રીવર્ગ:-અતિ સ્વમાન મુશ્કેલીનું કારણ બની શકે.

લગ્ન ઈચ્છુક:- ધીરજ રાખવી.

પ્રેમીજનો :- પરસ્પર સંવાદિતા સાધી વિશ્વાસ કેળવવો.

નોકરિયાત વર્ગ :- નોકરીની મૂંઝવણમાંથી બહાર નીકળી શકો.

વેપારીવર્ગ :- વેપારની સમસ્યા સતાવે.

પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.નાણાભીડ રહે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક :- ૫

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકુળતા વધે.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય વધી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહના આયોજન વિલંબથી રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકુળતા વધતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં અડચણ,વિઘ્ન જણાય.

વેપારીવર્ગ:- મિત્રની મદદ મળી રહે.કર્જ થી દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નથી મતભેદ રહે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો સફળ બને.

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.

લગ્ન ઈચ્છુક:- ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે દ્વિધા યુક્ત વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:- કામમાં સ્વસ્થતા ટકાવવી. ઉતાવળ ન કરવી.

વ્યાપારી વર્ગ:- વેપારમાં નવી ફેશન ની માંગ વધતી જણાય.

પારિવારિક વાતાવરણ:-જૂની વારસાય સંપત્તિની ચિંતા સતાવે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાનુકૂળતા વધશે પરંતુ પ્રયત્નો છોડવા નહીં.

સ્ત્રીવર્ગ:- ખર્ચ,વ્યય પરનો નો કાબુ કામ લાગે.

લગ્ન ઈચ્છુક:- સમય સાનુકૂળ હોય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- મનોબળથી સફળતા મળે.

વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા મળે. અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેની ચિંતા દૂર થાય.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.

લગ્ન ઈચ્છુક:- ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો :- અકળામણ દૂર થાય.મુલાકાત સંભવ રહે.

નોકરિયાતવર્ગ :- ચિંતા દૂર થાય.નવી નોકરી મળી શકે.

વેપારીવર્ગ:-વેપારમાં પ્રતિકૂળતા દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- સંતાનની ચિંતા રહે.આરોગ્યની ચિંતા રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિઘ્ન આવે.

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહનું આયોજન શ્રાદ્ધપક્ષ બાદ થવાની સંભાવના રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું થાય નહીં.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં તણાવ રહી શકે.

વેપારીવર્ગ:- માલનો પુરવઠો ખોરવાઇ જતાં ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા ભર્યું વાતાવરણ રહે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વ્યાકુળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત અટકતી જણાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફેર-બદલની સંભાવના રહે.

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળ તક ઊભી થાય. અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ:-લાલ

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.મતભેદ દૂર વિડિયોથાય.

લગ્ન ઈચ્છુક:- મનનું ધાર્યું થાય નહીં.

પ્રેમીજનો:- મુલાકાતમાં ગુંચવણો ઉકેલાય.

નોકરિયાત વર્ગ:-કામમાં ગૂંચવણ ઉકલતી જણાય. ચિંતા દૂર થાય.

વેપારી વર્ગ:- કર્જ,હપ્તા ના ચુકવણા ની ચિંતા સતાવે.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ,મિલકત સંબંધી ચિંતા સતાવે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube