તારીખ ૦૨-૦૯-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લપક્ષ
તિથિ :- પૂનમ ૧૦:૫૧ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :-શતભિષા
યોગ :- સુકર્મા
કરણ :- બવ ૧૦:૫૧ સુધી. બાલવ ૨૩:૩૫ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૩
સૂર્યાસ્ત :-૧૮:૫૨
ચંદ્ર રાશિ :- કુંભ
સૂર્ય રાશિ :- સિંહ
વિશેષ :- સંન્યાસીના ચાતુર્માસ સમાપ્ત,અંબાજી નો મેળો.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- જટિલ પ્રશ્નો અંગે વીટંબણા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો સામેથી આવી મળે.
પ્રેમીજનો:- મુલાકાતમાં ધીરજ શાંતિ રાખવી શુભ રહે.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રમાં સજાગતા રાખવી.
વેપારીવર્ગ:-અગત્યના કામ અંગે સરકારી અડચણ નો અનુભવ થાય.
પારિવારિકવાતાવરણ:- વિશેષ વાહન,મકાન અંગે આયોજન ગોઠવી શકો.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:-૧
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- આપ પ્રયત્નોથી સફળતા મેળવી શકો.
સ્ત્રીવર્ગ:- ધીરજથી તથા શાંતિથી સમય પસાર કરવો.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે અડચણ ચિંતા દૂર થતી જણાય.
પ્રેમીજનો:- સમસ્યામાં સાનુકૂળતા વરતાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા વધે.
વેપારીવર્ગ:-વેપાર અંગે ધાર્યું ન થાય.ધીરજ રાખવી.
પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે. ગૂંચવણ દૂર થાય.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૮
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મિત્રનો,વડીલ સહયોગ મળે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે તક મળી શકે.
પ્રેમીજનો:- મુલાકાત માટે ભાગ્ય યોગે સાનુકૂળ તક મળી શકે.
નોકરિયાત વર્ગ:- મહત્ત્વના કામમાં સમસ્યા રહી શકે.
વેપારીવર્ગ:- વેપારમાં લાભ ની આશા.મહેનત વધારવી.
પારિવારિક વાતાવરણ:-સાનુકુળતા રહે.સ્નેહી થી મિલન.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૩
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના પુનરાવર્તનને મહત્વ આપી પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:-મોજશોખને ઓછા કરી કરકસર કરવી.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત માં સાનુકુળતા રહી શકે.
પ્રેમીજનો:-પરસ્પર મતભેદ દૂર થઈ શકે.
નોકરિયાત વર્ગ:- કામ અંગે આપના પ્રયત્નો ધન્યવાદને પાત્ર રહે.
વેપારી વર્ગ:- વેપારમાં સાનુકુળ તક ઊભી થાય.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સંભાળવું.સાનુકૂળતા રહે.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થશે.પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે યોગ્ય પાત્રની ચિંતા રહે.
પ્રેમીજનો :- પરસ્પર સંવાદિતા સાધવી.
નોકરિયાત વર્ગ :-નોકરીના કામ અંગે પરદેશ સફર થઈ શકે.
વેપારીવર્ગ :-લેણદારો નો તકાજો વધી શકે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ ની જવાબદારી વધી શકે.
શુભ રંગ :- ભુરો
શુભ અંક :- ૨
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ઓનલાઇન અભ્યાસ સાથે મિત્રોની ચેટ વધી શકે.
સ્ત્રીવર્ગ:- સંજોગો કઠિન.પ્રશ્નો હલ કરી શકો.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે નવી વાત સફળ થઈ શકે.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સામેના પાત્ર ની યોગ્યતા વિચારી પગલું ભરવું.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે લાભ મેળવી શકો.
વેપારીવર્ગ:- ઉગ્રતા કે આવેશમાં નિર્ણય ન લેવા.
પારિવારિક વાતાવરણ:- લાગણી,આવેગ પર સંયમ જરૂરી.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૭
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- બેચેની દૂર થાય.રાહત રહે.
સ્ત્રીવર્ગ:- વાતાવરણ ઉગ્ર કે તણાવ ભર્યું ન બનવા દેવું.
લગ્ન ઈચ્છુક:- અશાંતિના વાદળ વિખરાય. આશાનું કિરણ મળે.
પ્રેમીજનો:- મન પરનો કાબૂ કામ લાગે. મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- ઉતાવળ ન કરવી.ધીરજ થી જવાબદારી સંભાળવી.
વ્યાપારી વર્ગ:- વ્યાપારમાં નવો ફેરફાર થઈ શકે છે.
પારિવારિક વાતાવરણ:- વેપાર,પરિવાર નું ટેન્શન સતાવે.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો ચાલુ રાખવાથી સફળ થઈ શકો.
સ્ત્રીવર્ગ:-ઘર,મકાન ફેરબદલ કરવાની વિચારણા ચાલે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો અંગે સમય સાનુકૂળ બને.
પ્રેમીજનો:- અચાનક મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- મળેલ જવાબદારી પૂર્ણ કરી શકો.
વેપારીવર્ગ:-મન અને ખર્ચ પરના કાબૂ થી સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા રહે. શત્રુની કારી ન ફાવે
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૨
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- પ્રયત્નોથી સાનુકૂળતા ના સંજોગ રહે.
સ્ત્રીવર્ગ:- બોલચાલમાં,વાતચીતમાં સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો અંગે ધીરજથી અનુકૂળતા વધે.
પ્રેમીજનો :- મુલાકાતમાં અડચણ આવતી જણાય.
નોકરિયાતવર્ગ :-કામના સ્થળે અકસ્માત,વિઘ્ન ની સંભાવના.
વેપારીવર્ગ:-ભાગ્ય યોગે વેપારમાં સાનુકૂળતા વધી શકે.
પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય પર કાબૂ રાખવો. ગણતરીથી ચાલવું શુભ રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૯
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય. સમસ્યા સુલજાવી શકાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ના પ્રયત્નો સફળ થતાં પ્રસન્નતા રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં લાગણી આવેગ પર સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં મહેનત,સૂઝ જરૂરી રહે.
વેપારીવર્ગ:- વ્યાપાર ના કામમાં ગૂંચવણ ઊભી થતી જણાય.
પારિવારિક વાતાવરણ:- સમાધાનકારી વલણ અપનાવવું. પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવું.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- મન ને કાબુમાં રાખી પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- સમતોલન જાળવી સમય પસાર કરવો.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી.
પ્રેમીજનો:- તમારા પ્રયત્નો સફળ બનતા જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં અનુભવી ની મદદ લેવી હિતાવહ રહે.
વેપારીવર્ગ:-નાણાભીડનો રસ્તો મળે.સમયનો સાથ મળે.
પારિવારિક વાતાવરણ:- ચિંતા,સમસ્યા સુલઝાવી શકો. સંયમ જરૂરી.
શુભ રંગ:-ભૂરો
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સંયમથી વર્તવું. પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ટાળવો.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં ધીમી પ્રગતિ જણાય.
પ્રેમીજનો:- પ્રયત્નથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત કામ રહી શકે.
વેપારી વર્ગ:- આર્થિક સંજોગો ધાર્યા પ્રમાણે જણાય નહીં.
પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવું.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૫
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.