નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર 2021, બુધવાર
સિંઘુ બોર્ડર પર લખબીર સિંહની હત્યાના પ્રકરણમાં ફરી વિવાદ સર્જાયો છે. લખબીરના સમર્થનમાં આવેલા યુપી અને ઉત્તરાખંડના ખેડૂતોનો ધસારો સિંઘુ બોર્ડર પર વધી રહ્યો છે. પોલીસે ખેડૂતો પર સામન્ય બળ પ્રયોગ કર્યો હતો અને આગળ વધવાની પરવાનગી આપી નહતી. હાલ પૂરતા તમામ ખેડૂતોને નરેલા ખાતે જ રોકી દેવામાં આવ્યાં છે
થોડા દિવસો પહેલા નિહંગોએ બર્બરતાપૂર્વક લખબીર સિંહની હત્યા કર નાખી હતી. આ કેસમાં હવે વિવાદ વકરી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મોટી સંખ્યામાં ખેડૂતો લખબીર માટે ન્યાયની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ ખેડૂતોને સિંઘુ બોર્ડર પર વધી રહેલો ધસારો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
લખબીર હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે નિહંગોની ધરપકડ કરી છે, જ્યારે બે એ આત્મસમર્પણ કર્યું છે. એમ અત્યાર સુધીમાં ચારની ધરપકડ કરવામાં આવી છે. એક તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આ સમગ્ર ઘચનામાં કેન્દ્ર સરકારનો હાથ હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ સરકાર પણ ખેડૂત આંદોલનને હિંસક હોવાનું જણાવી રહી છે. લખબીરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ચુકી છે. જેમાં તેના શરીર પર 36 ઘા ના નિશાન હોવાનું જણાવ્યું હતુ અને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.