• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ:આ ચાર લક્ષણવાળી વ્યક્તિનો સંગ કરો, બાપુએ પ્રગતિનો માર્ગ બતાવ્યો

in Religion
મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ:આ ચાર લક્ષણવાળી વ્યક્તિનો સંગ કરો, બાપુએ પ્રગતિનો માર્ગ બતાવ્યો

આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં મળે તો? વગેરે વગેરે… ચિંતામાં જ શરૂ થતો દિવસ ચિંતામાં જ પૂરો થાય છે અને આમ જ વર્ષોનાં વર્ષ અને જિંદગી વીતી જાય છે.

પરીક્ષામાં નાપાસ થવું કે નબળું પરિણામ આવવું, બિઝનેસમાં નિષ્ફળતા મળવી, ઈચ્છા મુજબ ન થવું, ધાર્યું કામ પાર ન પડવું કે જરૂરિયાતો પૂરી ન થવી એ સહજ છે. પણ આવું તો કોને વિચારવું છે! અમારે તો ઈન્સ્ટન્ટ જોઈએ છે, જરાય ધીરજ રાખવી નથી. વગર મહેનતે જોઈએ છે, બીજો પ્રયત્ન જ કરવો નથી. સફળ થવું છે પણ ન સંઘર્ષ કરવો નથી. બસ, નાનીઅમથી મુશ્કેલી આવી નથી કે હતાશ થયા નથી, પછી સામે ઝઝૂમવાની તો વાત જ શું? આવી સ્થિતિમાં જરા પણ વિચાર કર્યા વિના અવળું પગલું ભરી લેવું એ સામાન્ય થઈ ગયું છે. ઉંમરનો એક પડાવ પાર કરી ચૂકેલા લોકો તો ઠીક પણ યુવાઓ અને યુવાનીના ઊંબરે ઊભેલા નવલોહિયાઓની પણ આ જ મૂંઝવણ છે. કોઈનામાં નથી આત્મવિશ્વાસ કે નથી ઈશવિશ્વાસ. જીવનના દરેક ક્ષેત્રમાં તેની વિપરીત અસરો થઈ રહી છે. અરે, આજે તો સંબંધો જેવા સંબંધોય એમાંથી બાકાત રહ્યા નથી.

ડર, ગુસ્સો, ઉદાસીનતા, શંકા-કુશંકા અને આધિ-વ્યાધિ જેવી સ્વરચિત જાળમાં ફસાયેલો માણસ બેઠો કેમ થાય? આવા મરેલા મનના માણસને શું જોઈએ? ઓબ્વિયસલી મોટિવેશન. આ જ પ્રયાસના ભાગ રૂપે દિવ્ય ભાસ્કરે ‘મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ’ નામની ડેઈલી સિરીઝ શરૂ કરી છે. આ સિરીઝ અંતર્ગત તમે બાપુની પ્રેરકવાણીને ઓડિયો પોડકાસ્ટ રૂપે માણી શકો છે. બાપુની વાણી હતોત્સાહીમાં ઊર્જાનો સંચાર કરી શકે છે. સફળ થવા માટે શોર્ટકટ ન બતાવતાં સક્ષમ બનવા કટિબદ્ધ બનાવે છે. આવા ઈન્ટરેસ્ટિંગ, ઈન્સ્પિરેશનલ અને મોટિવેશનલ પોડકાસ્ટ દિવ્ય ભાસ્કર એપના હોમપેજ પર તમે રોજ સવારે 6-30 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને ધર્મદર્શન વિભાગમાં દિવસભર માણી શકો છો.

આજના પોડકાસ્ટમાં મોરારિબાપુ સાધુની વાત કરે છે. બાપુ કહે છે, જે ચાર વાત સમજાવે તેને સાધુ કહેવાય. આ માટે બાપુ સાવરકુંડલાના રેલવે સ્ટેશનનું દૃષ્ટાંત આપે છે, સાથે જ ગાંધીજી અને રવિશંકર મહારાજની પણ વાત કરે છે. તો ચાલો, માણીએ આજનું પોડકાસ્ટ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: